આઠ વર્ષ બાદ બદલીના નિયમોમાં સુધારો, ૧૬થી ૩૦ જુન દરમિયાન બદલી કેમ્પો
રાજકોટ તા. ૨૪
રાજયભરમાં પ્રાથમિક શિક્ષકો માટે તા.૪-૬-૦૪ના એટલે કે આઠ વર્ષ પહેલા ઘડાયેલા જુના બદલીના નિયમો અમલી હતા જેમાં કેટલીય વિસંગતતા રહેતા અને નવી નવી પરિસ્થિતિ ઉદભવતા રાજય સંઘ દ્વારા બદલીના નવા.નિયમો ઘડવા કરેલી રજુઆત અન્વયે રાજયના શિક્ષણ વિભાગે ગઈ કાલે તા.૨૩મી મે ના રોજ નવા નિયમો જાહેર કરી દીધા છે ગયા વર્ષે જે બદલીના કેમ્પો થઈ શકયા ન હતા હવે એ બધા કેમ્પો આગામી તા. ૧૬ જુનથી તા. ૩૦ જુન સુધીમાં યોજાશે.

Indian Rupee Converter
Ahmedabad Time
India Dial Codes