Leave a comment


Tet -1  June 2012 ની પરીક્ષાનું અંદાજિત પરિણામ  ૩.૦૨ %  જેટલું ચોંકાવનારૂ જાણવા મળેલ છે.

Leave a comment

Leave a comment


સમાચાર મુજબ મુખ્ય શિક્ષક ભરતી 
પસંદગી કેમ્પ રદ કરેલ છે. અને હવે તા. ૨૫ તથા ૨૬
 -૨૭ જૂન ના રોજ ફરીથી પસંદગી કેમ્પ યોજાશે.
બિન સત્તાવાર માહિતી મુજબ પ્રાથમિક શાળામાં મુખ્ય. શિક્ષકની સીધી ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોએ પુનઃ પસંદગી માટે તા.૨૫ થી ૨૭મીએ હાજર રહેવું:

- ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યક શિક્ષકની સીધી ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા. ૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યું હતું. અને ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની ક્ષતિ ધ્યાન  ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેવા સમાચાર ધ્યાન પર આવ્યા છે.

Leave a comment

Leave a comment

Leave a comment


પ્રજ્ઞાગીત
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
                                              -
શ્રી પ્રકાશ પરમાર

Leave a comment

Leave a comment


આઠ વર્ષ બાદ બદલીના નિયમોમાં સુધારો, ૧૬થી ૩૦ જુન દરમિયાન બદલી કેમ્પો

રાજકોટ તા. ૨૪
રાજયભરમાં પ્રાથમિક શિક્ષકો માટે તા.૪-૬-૦૪ના એટલે કે આઠ વર્ષ પહેલા ઘડાયેલા જુના બદલીના નિયમો અમલી હતા જેમાં કેટલીય વિસંગતતા રહેતા અને નવી નવી પરિસ્થિતિ ઉદભવતા રાજય સંઘ દ્વારા બદલીના નવા.નિયમો ઘડવા કરેલી રજુઆત અન્વયે રાજયના શિક્ષણ વિભાગે ગઈ કાલે તા.૨૩મી મે ના રોજ નવા નિયમો જાહેર કરી દીધા છે ગયા વર્ષે જે બદલીના કેમ્પો થઈ શકયા ન હતા હવે એ બધા કેમ્પો આગામી તા. ૧૬ જુનથી તા. ૩૦ જુન સુધીમાં યોજાશે.

Leave a comment

સ્વર સરિતા

ગુજરાતી ગીત સંગીતની દુનિયા

Leave a comment